જામનગરમાં વરસાદનું ભારે જોર જોવા મળ્યું. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણીમાં જામનગર જિલ્લાની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ. સોસાયટીઓના રહીશો વરસાદી પાણીનો નિકાલ ના થતા ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દરમિયાન પાણી વધુ પ્રદૂષિત થતા સત્યમ કોલોની, શિવમ સોસાયટી વિસ્તારના રહીશો ત્રાહિમામ થયા. ગંદા પાણીની સમસ્યા વધુ વકરતા આ વિસ્તારમાં લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે.


[[$googlead]]

ગંદા પાણી લોકોમાં આક્રોશ, મહિલાઓએ રસ્તા પર ઉતરી 

ત્યારે જામનગરની વિવિધ સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ ના આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. નવરાત્રિ તહેવારમાં જ્યાં માતાની ઉપાસના કરવામાં આવે છે. પરંતુ સોસાયટી ગંદા પાણીમાં ગરકાવ હોવાથી લોકો આ તહેવારનો આનંદ માણી શકતા નથી. અને એટલે જ તંત્રના બહેરા કાન તેમની સમસ્યા સાંભળી શકે માટે આખરે આ વિસ્તારની મહિલાઓ રસ્તા પર ઉતરી તંત્રની બેદરકારી સામે રોષ ઠાલવ્યો. જણાવી દઈએ કે શહેરના સત્યમ કોલોની, શિવમ સોસાયટી સહિતના વિસ્તારના રહીશો લાંબા સમયથી ગંદા પાણીની સમસ્યાને લઈને પરેશાન છે.

મહિલાઓના રોષ સામે તંત્ર ઘૂંટણિયે પડ્યું

ગંદા પાણીની સમસ્યા હલ ન થતા આજે સ્થાનિક મહિલાઓએ રસ્તા પર ઉતરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો. પીવાના પાણીની તંગી છે અને ગંદા પાણીનો નિકાલ થતો નથી. વિસ્તારમાં ગંદુ પાણી આવવાથી લોકોને સાથે સ્વચ્છતાના પ્રશ્નો ઊભા થયા છે. અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય પગલાં ના લેવાતા પરિસ્થિતિ વિકટ બની. આખરે આ વિસ્તારના લોકોએ ધરણાં...પ્રદર્શન અને આંદોલનનો માર્ગ અપનાવ્યો. સત્યમ કોલોનીની મહિલાઓ એક જૂથ થઈ રસ્તા પર માનવ સાંકળ બનાવી. રસ્તા રોકીને તંત્ર સામે ગુસ્સો દર્શાવ્યો અને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગણી કરી. રસ્તા પર ચક્કાજામ થતા આખરે તંત્ર હલી ગયું અને સ્થાનિક કોર્પોરેટર આવી લોકોના પ્રશ્નોને વાચા આપશે તેમ જણાવ્યું...

[[$alsoread]]

  • Follow us on: