જામનગર શહેરમાં આજે વાલ્વની કામગીરીને લઈ પાણી કાપ રહેશે, શહેરની મુખ્ય લાઈનમાં વાલ્વની કામગીરી થતી હોવાથી પાણી વિતરણ રહેશે તેવી વાત સામે આવી છે, જામનગરમાં અલગ-અલગ 42 વિસ્તારોમાં પાણી કાપ રહેશે, આજે પાણી કાપ રહેશે અને આવતીકાલથી પાણી રાબેતા મૂજબ આપવામાં આવશે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારો માટે જીવાદોરી સમાન સસોઈ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે.


[[$googlead]]

જામનગરમાં આશા વર્કર બહેનો ઓનલાઈન કામગીરીને લઈ નારાજ

જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના આશા વર્કર બહેનોને ફરજીયાત ઓનલાઈન કામગીરી કરવાના આદેશમાં તેમજ તમામ બહેનોને સ્લમ શાખાની કામગીરીનું વધારાનું ભથ્થું જુનાગઢ મ્યુ. કોર્પોરેશનની જેમ આપવાની માંગણી સાથે આશા બહેનોએ કોર્પોરેશનના પટાંગણમાં સુત્રોચ્ચાર કર્યા બાદ આરોગ્ય અધિકારીને આવેદન આપ્યું હતું.

[[$alsoread]]
  • Follow us on: