જૂનાગઢમાં સેન્ટ્રલ જીએસટી વિભાગના દરોડા વહેલી સવારથી પડયા હતા અને આ દરોડામાં જીએસટી વિભાગની અલગ-અલગ ટીમો તપાસમાં જોતરાઈ હતી, વેપારીઓને બેંક ટ્રાન્ઝેકશનને લઈ તપાસ કરવામાં આવી હતી તેમજ મોટી કરિયાણાની દુકાન હોય તેવા વેપારીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી.
એક મહિના અગાઉ પણ ગુજરાતમાં અલગ-અલગ જિલ્લામાં પડયા હતા જીએસટીના દરોડા
જીએસટીના અધિકારીઓએ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટ ખાતે ફૂડ-રેસ્ટોરન્ટના ધંધા સાથે સંકળાયેલાં 16 વેપારીને ત્યાં 25 જેટલાં સ્થળોએ તાજેતરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 52.07 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યાં હતાં. આ સાથે જ GST વિભાગે 4.88 કરોડની કરચોરી પકડી પાડી છે.









