વિસાવદરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ છે, બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, મોણીયા, મોણપરી, માંડાવડ, સરસાઈ, કાલાવડ, લાલપુરમાં વરસાદ પડયો છે, તો બીજી તરફ ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું છે, અને ખેતરો જળમગ્ન બન્યા છે.
મેંદરડામાં મેઘો મંડાયો
જૂનાગઢના મેંદરડામાં એક ઈંચ વરસાદ ખાબકયો છે અને નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે, ખેતરમાં વાવણીની પ્રક્રિયા ખેડૂતે શરૂ કરી દીધી છે અને મેઘરાજા મંડાતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદ
જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે કેશોદના સરદારપરા વિસ્તારમાં પાણી ભરાયા છે, ઘરોમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં ગયો છે.









