જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતાઓનો એક વીડિયો વાયરલ થયો છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાજુ બોરખતરિયાનો જામ ખંભાળિયા પ્રવાસ દરમિયાન ધૂણતો વીડિયો વાયરલ થયો છે. પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી રાજુ બોરખતરિયાને પગે લાગ્યા હોવાનું પણ આ વીડિયોમાં સામે આવ્યું છે. રાજુ બખતરીયા ઇન્દિરા ગાંધીનો આત્મા આવ્યો હોવાનું કહીને ધૂણ્યા હતાં.
પોતાના ઇન્દિરા ગાંધી નો આત્મા આવ્યો હોવાનું કહ્યું
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાજુ બોરખતરિયા જામ ખંભાળિયા પ્રવાસ દરમિયાન ધુણતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ દરમિયાન પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ હાજર હતાં. ઈશુદાન ગઢવીએ ધુણતા રાજુ બોરખત્રીયના ચરણ સ્પર્શ કર્યા હતા. પોતાનામાં ઈન્દિરા ગાંધીનો આત્મા આવ્યો હોવાનું કહીને તેઓ ઘૂણ્યા હતાં. આગામી સમયમાં નવા જૂનીના એંધાણ હોવાનું ધૂણતી વખતે કહ્યું હતું. તેઓ ધૂણતા ધૂણતા બસ હવે બહુ થયું હદ થઈ ગઈ છે એવું બોલ્યા હતાં.









