ગીરના જંગલમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. પોતાના વિસ્તારને લઈને માણસ જાતમાં અનેક વખત વિવાદો સામે આવતા હોય છે અને લડાઈ થતી હોય છે. તેવી જ રીતે સિંહ જેવા પશુઓમાં પણ પોતાના વિસ્તારમાં આધિપત્ય હોય છે. પોતાનું આધિપત્ય જાળવી રાખવા માટે સિંહોની વચ્ચે પણ હિંસક લડાઈ થતી હોય છે. જૂનાગઢમાં ગીરના જંગલમાં બે સિંહો વચ્ચેની લડાઈનો એક વીડિયો વાયરલ થયો છે.
બે સિંહો વચ્ચેની લડાઈનો એક વીડિયો વાયરલ થયો
જૂનાગઢના ગીરના જંગલમાં બે સિંહો વચ્ચેની લડાઈનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સિંહ પોતાના વિસ્તારનું આધિપત્ય જાળવી રાખવા માટે ઘૂસી આવેલા બીજા સિંહ સાથે લડાઈ કરતો જોવા મળી રહ્યો છે. બે સિંહો વચ્ચે જબરદસ્ત લડાઈ થતી આ વીડિયોમાં જોવા મળી રહી છે. આખરે બીજાના વિસ્તારમાં ઘૂસેલા સિંહને મેદાન છોડવું પડ્યું હતુ અને તે ત્યાંથી ઝડપથી ભાગી છૂટ્યો હતો.









