જૂનાગઢના સાસણ અને ગીર જંગલમાં કાયદેસર અને ગેરકાયદેસર હોટલોની તપાસ શરુ કરાઇ છે. હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તપાસ કાયદેસર અને ગેરકાયદેસર હોટલોની તપાસ શરુ થઇ ગઇ છે.ખાસ કરીને જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં અનેક ગામોમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ગીર જંગલ બોર્ડર અંગે ગેરકાયદે એકમો પર ચેકીંગ ચાલી રહ્યું છે. રેવન્યુ અને વન વિભાગે સંયુક્ત ચેકીંગ હાથ ધર્યુ છે.
હાઇકોર્ટના આદેશ બાદ ગીરની બોર્ડર પર ફરી તપાસનો ધમધમાટ
હાઇકોર્ટના આદેશ બાદ ગીરની બોર્ડર પર ફરી તપાસનો ધમધમાટ શરુ થયો છે. ગેરકાયદેસર હોટલો, રિસોર્ટ અને બાંધકામો સામે તંત્રની મોટી કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. ગીર સોમનાથ જિલ્લામાં ફોરેસ્ટ, રેવન્યુ અને વનતંત્રનું સંયુક્ત ચેકિંગ અભિયાન ચાલુ છે.તમામ ગેરકાયદેસર હોટલો, રિસોર્ટ અને બાંધકામોમાં દસ્તાવેજો,પરવાનગી અને કાયદેસર બાંધકામની ચકાસણી થઈ રહી છે . ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા હાઇકોર્ટે ના આદેશ ના પગલે ગત 4 તારીખે આદેશ કરાયો હતો









