આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે. જૂનાગઢમાં તેઓ પ્રશિક્ષણ શિબિરમાં માર્ગદર્શન આપશે. સંગઠનને મજબૂત કરવા માર્ગદર્શન આપશે. 10 સપ્ટેમ્બરથી જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર શરૂ કરવામાં આવી છે. આ શિબિરનો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રારંભ કરાવ્યો હતો. આ શિબિર અંગે તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે, ખરાબ કેરીઓને તાત્કાલિક દૂર કરો નહીં તો આખી ટોપલી સડી જશે. કામ ના કરતા હોય તેમને પક્ષમાંથી કાઢો. મતદાતાઓને દોષ દેનારને પક્ષમાંથી કાઢો.
આખો ડબ્બો સડે તે પહેલા ખરાબ કેરીઓને કાઢો
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, 41માંથી 19 શહેરોમાં કોંગ્રેસનું પ્રદર્શન નબળુ જોવા મળ્યું છે. જેથી આખો ડબ્બો સડે તે પહેલા ખરાબ કેરીઓને કાઢો. આ શિબિરમાં અમરેલી જિલ્લાના પ્રમુખ પ્રતાપ દૂધાતની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. અગાઉની શિબિરમાં પણ તેઓ હાજર હતાં. લાલજી દેસાઈએ કહ્યું હતું કે, પ્રતાપ દૂધાતના ઘરમાં દુઃખદ ઘટના બની છે તેમણે રજા ચીઠ્ઠી મોકલી છે. તેમણે કહ્યું હતું કે, સંગઠન મજબૂત કરવા કામ કરવું પડશે. દિલ્લીમાં જિલ્લા પ્રમુખોના કામની નોંધ લેવાય છે.









