જૂનાગઢમાં સાવજના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ. ગીર ગઢડામાં શિકારની શોધમાં સાવજ ગામમાં પહોંચ્યા. હરમડીયાથી આલીદર રોડ ઉપર એકસાથે 8-10 સિંહ આવી ચડ્યા. રાત્રીના સમયે સિંહ આવી ચડતા ગ્રામજનો ભયના માર્યા ઘરમાં પૂરાયા. વારંવાર સિંહના આંટાફેરાથી ગ્રામજનોએ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માગ કરી છે.
સિંહ પ્રેમીઓ માટે સારા સમાચાર
મહત્વનું છે કે જૂનાગઢમાં એકબાજુ સિંહને લઈને ગ્રામજનો ચિંતિત છે. ત્યારે બીજી બાજુ સિંહ પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. પ્રવાસીઓના મનપસંદ સ્થાન અને એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણ ગીરમાં એક સપ્તાહ વહેલા સિંહ દર્શન ખુલ્લા મૂકાશે તેવી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી. ચોમાસા દરમિયાન જંગલમાં પ્રવેશી શકાય તેવા માર્ગો ધોવાઈ જવાના અને સિંહોના સંવર્ધન અવધિના કારણે ગીર અભયારણ્ય બંધ રાખવામાં આવતું હોય છે. અને ચોમાસા સિઝન બંધ થયા બાદ ખોલવામાં આવે છે. આ વર્ષે 16 જૂનથી ગીરમાં જંગલ સફારી બંધ કરવામાં આવી હતી.
શિકારની શોધમાં સિંહના વધ્યા આંટાફેરા
વન વિભાગે પ્રથમ વખત પ્રવાસીના ધસારાના પગલે એક સપ્તાહ પહેલા ગીર અભ્યારણ્ય ખોલવાનો નિર્ણય કર્યો છે. લોકો ગીરના અભ્યારણ્યમાં સાવજને જોવા અતિ વ્યાકૂળ થયા છે. તો બીજી બાજુ સિંહ શિકારની શોધમાં રાત્રિના સમયે આસપાસના વિસ્તારોમાં ઘૂસી જાય છે. અરવલ્લી અને ગીર ગીઢડામાં અનેક વખત સિંહ અને સિંહ પરિવાર દ્વારા માનવ અને પશુના મારણ કરાયાની ઘટના બની છે. ત્યારે સિંહના વધતા આંટાફેરાને લઈને ગીર ગઢડામાં ગ્રામજનોએ પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરી છે.









