કડીમાં અવસર પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા SPG સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, આપ આવે કે ઝાપ આવે તમે કોઈના ઝાંસામાં આવતા નહીં. પાટીદારો કોઈના ઝાંસામાં આવે નહીં. હું કોઈ રાજકીય પાર્ટીની વાત નથી કરતો. પાટીદારો ભાજપની સાથે જ રહે છે. મને ખબર છે કે તમે ભાજપ સિવાય કોઈને મત નથી આપવાના. નીતિન પટેલે વિપક્ષ પર ચાબખા મારતા અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.
ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પણ મોટો ધડાકો
તાજેતરમાં કડી ખાતે યોજાયેલા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, ધારાસભ્ય બહાર ગામના છે હું બહાર ગામનો નથી.હું 50 વર્ષથી કડીને જોઉં છું. જ્યારે ધારાસભ્યને હજુ 4 મહિના થયા છે.નીતિન પટેલે ત્યાં હાજર લોકોને ચેતવણી આપતા કહ્યું કે,મને છેતરતા નઈ એમને છેતરજો, કારણ કે કડીમાં કોણ ખાડા પાડે છે અને કોણ પૂરે છે બધું મને ખબર છે. મેં એ વખતે ચંપાબા નામકરણ કરવા માટે ₹11 લાખ આપ્યા છે. હોદ્દાથી કશું નથી થતું વ્યક્તિથી થાય છે.જ્યાં સુધી તેઓ કડીમાં બેઠા છે ત્યાં સુધી ખોટું નહીં થાય તેવી ખાતરી પણ તેમણે આપી હતી.









