ખેડાના મહેમદાવાદના નેનપુરના એગ્રો સંચાલકની મનમાની સામે આવી છે. ખાતર સાથે અન્ય ઉત્પાદનની વસ્તુઓ લેવા માટે ફરજ પાડવામાં આવતા હોબાળો મચી ગયો છે. યુરિયા સાથે લીકવીડ નેનો અને હાઈજિક ખરીદવા માટેની ફરજ ખેડૂતોને પાડવામાં આવી રહી છે. એગ્રો સંચાલકનો ખેડૂતો સાથે દાદાગીરી કરતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એગ્રો સંચાલકે ખેડૂતો સાથે ઉદ્ધતાઈપુર્વકનું વર્તન કર્યુ છે.


[[$googlead]]

270ની થેલીના 280 લેવામાં આવતા હોવાનો આક્ષેપ

ખેડૂતોએ ખરીદી કર્યા બાદ બીલની માગણી કરી તો પણ એગ્રો સંચાલક ગુસ્સે ભરાયો અને જેમ તેમ ખેડૂતોને બોલવા લાગ્યો અને કહ્યું કે "મારી મરજી બીલ નહીં મળે" કહી ખેડૂતો સાથે દાદાગીરી કરી હતી. "યુરિયા ખાતર સાથે નેનો યુરિયા આપવું ફરજિયાત છે" બોલતો એગ્રો સંચાલકનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે ખેડૂતોએ એગ્રો સેન્ટર ઉપર જમાવડો કર્યો છે અન મહેમદાવાદ નેનપુરના એગ્રો સંચાલકની મનમાની પણ જોવા મળી રહી છે. 270ની થેલીના 280 લેવામાં આવી રહ્યાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. મહેમદાવાદમાં આકાશી આફતથી ખેડૂતો પરેશાન છે.  

[[$alsoread]]

  • Follow us on: