ખેડાના માતરમાં કારના કાચ તોડીને ચોરી કરવામાં આવી છે, કારના કાચ તોડી રૂપિયા 1.91 લાખ મત્તાની ચોરી કરાઈ છે, તસ્કરોએ કારમાં પંક્ચર પાડીને ચોરીની ઘટનાને આપ્યો અંજામ, વેપારી પંક્ચર કઢાવવા ઉભો હતો ત્યારે કરી ચોરી, તો બીજી તરફ વેપારી નિલેશ પટેલે નોંધાવી પોલીસ ફરિયાદ. માત્ર 16 સેકન્ડમાં ધોળા દિવસે કાર પંચર કરી ચોરી કરાઈ છે.
ચોરીને લઈ પોલીસે હાથધરી તપાસ
સમગ્ર ઘટનામાં પોલીસે ચોરીને તપાસ હાથધરી છે, આગળના વિસ્તારના પણ સીસીટીવી પોલીસે તપાસ માટે લીધા છે, આરોપી જે દિશામાં ચોરી કરીને ગયો તે જગ્યાઓ પર તપાસ હાથધરી છે, પોલીસને અનુમાન છે કે, તસ્કર ખેડા જિલ્લાનો હોઈ શકે છે અને આસપાસના ગામોમાં પણ આ રીતે ચોરી કરતો હોઈ શકે છે.









