ખેડાના કપડવંજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, કપડવંજ શહેરમાં ધોધમાર વરસાદ વરસાદને પગલે રસ્તાઓ પર પાણી વહી રહ્યાં છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોના જીન જીવન પર તેની અસર જોવા મળી છે. વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.


[[$googlead]]

આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી

ચોમાસા દરમિયાન રાજ્યના ૧૪૧ તાલુકામાં ૨૫૧થી ૫૦૦ મિમિ સુધી, ૫૫ તાલુકામાં ૫૦૧થી ૧૦૦૦ મિમિ તેમજ ૧૮ તાલુકામાં ૧૦૦૦ મિમિથી વધુ એટલે કે ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને જોડિયા સાડા ત્રણ ઇંચથી વધુ, જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકામાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ અને વાપી તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]


  • Follow us on: