અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વ્યક્તિગત સહિત ભાજપના ફાળે 11 બેઠક આવી છે. અમૂલમાં કોંગ્રેસના 2 ઉમેદવારોનો વિજય થયો છે. આણંદ બેઠકમાં ભાજપના કાંતિ સોઢા પરમારની જીત થઈ છે.અમૂલના વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમારની જીત થઈ છે. વ્યક્તિગત બેઠક પર ભાજપના વિજય પટેલની જીત થઈ છે. બોરસદ બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારની જીત થઈ છે.


[[$googlead]]

અમૂલ ડેરીમાં ભાજપનું કૂલ સંખ્યાબળ 11 થયું

બોરસદ બેઠક પર ભાજપના ગુલાબસિંહ પઢિયારની હાર થઈ છે. પેટલાદ બેઠકમાં ભાજપના બિનાબેન પટેલ જીત્યા છે. ખંભાત બેઠકમાં ભાજપના રાજેન્દ્રસિંહ પરમાર જીત્યા છે. કપડવંજ બેઠકથી કોંગ્રેસના ભૂરા સોલંકીની જીત થઈ છે. જ્યારે અપક્ષ લડેલા કેસરીસિંહ સોલંકીની હાર થઈ છે. અમૂલ ડેરીની ચૂંટણીમાં કપડવંજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. કોંગ્રેસના બે ઉમેદવારો જીત્યા છે. જ્યારે ભાજપના 10 ઉમેદવારોની જીત થઈ છે. આ ઉપરાંત વ્યક્તિગત એક બેઠક પર પણ ભાજપનો વિજય થયો છે. અમૂલ ડેરીમાં ભાજપનું કૂલ સંખ્યાબળ 11 થયું છે.


[[$alsoread]]

  • Follow us on: