ખેડા જિલ્લામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઉઠી છે. ડાકોર-અમદાવાદ રોડને જોડતા મહત્વના એવા સ્ટેટ હાઈવે 60 પર મહુધાથી ખાત્રજ વચ્ચેના રસ્તાની હાલત અત્યંત બદતર થઈ ગઈ છે. નવા બનેલા રોડને હજુ એક વર્ષ પણ પૂરું થયું નથી ત્યાં ઠેર-ઠેર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મહુધાથી ખાત્રજ વચ્ચેના આ સ્ટેટ હાઈવે પર અંદાજે 16 ગામોની 24,000 જેટલી વસ્તી નિર્ભર છે. દૂધ ભરવા જતાં પશુપાલકો હોય, અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓ હોય કે નોકરિયાત વર્ગ, તમામ લોકો દિવસમાં અનેકવાર આ રોડનો ઉપયોગ કરે છે.


[[$googlead]]

વહેલી તકે રોડનું નવું કાર્પેટિંગ કામ કરવામાં આવે.

માત્ર એક જ વર્ષમાં રસ્તો તૂટી જતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સામે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે.રોડ પર એટલા મસમોટા ખાડા પડ્યા છે કે, વાહનચાલકો રસ્તાની સાઈડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. વાહનચાલકો દ્વારા લેવામાં આવતા આ સ્વયંભૂ ડાયવર્ઝનને કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. રાત્રિના સમયે અંધારામાં આ ખાડાઓને કારણે અનેક ટૂ-વ્હીલર ચાલકો સ્લિપ થઈ રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે, સરકારી નાણાંનો વેડફાટ કરીને હલકી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવ્યો છે. આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે અને માંગણી કરવામાં આવી છે કે, આ રોડ બનાવનાર એજન્સી/કોન્ટ્રાક્ટર સામે કડક તપાસ કરવામાં આવે અને વહેલી તકે રોડનું નવું કાર્પેટિંગ કામ કરવામાં આવે.


[[$alsoread]]

  • Follow us on: