ખેડા જિલ્લામાં સાબરમતી નદીનો કહેર જોવા મળ્યો છે. નદી આસપાસના વિસ્તારોમાં પાણી જ પાણી ફરી વળ્યું છે. રસિકપુરા, પથાપુરા અને કાલોલી સહિતના ગામોમાં પાણી ફરી વળ્યાં છે. ખેડા ધોળકા હાઈવે બંધ કરી પોલીસ તૈનાત કરી દેવાઈ છે. રસિકપુર અને પથાપુરા ગામ પાણીમાં ગરકાવ થયું છે. ગામમાં કમરસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રસિકપુરાના ભરવાડ વાસમાં મકાનોમાં પાણી ભરાઈ ગયાં છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.


[[$googlead]]

લોકોએ પોતાના પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

ખેડાના રસિકપુરા ગામમાં ઢોરોને ઘાસચારો નાખી શકાય તેવી સ્થિતિ નથી. લોકોના અનાજ પણ પલળી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લોકો ખાવા માટે બહારથી આવતી સહાય પર નિર્ભર છે. અમદાવાદ અને ખેડા જિલ્લામાં સાબરમતી નદીનો કહેર જોવા મળ્યો છે. ગામોમા નદીના પાણી ફરી વળતાં બેટ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડા જિલ્લામાં સંભવિત પૂરને લઈને સ્કૂલો બંધ કરી દેવાઈ છે. લોકોએ પોતાના પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યાં છે. પથાપુરા ગામમાં જવાના રોડ પર બેરિકેડ લગાવી દેવાયા છે. રેસ્ક્યૂ માટે 10 બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ફાયર વિભાગ સહિતની ટીમો પણ સ્ટેન્ડ બાય રખાઈ છે.

[[$alsoread]]
  • Follow us on: