કચ્છના અબડાસામાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે, અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, ભાચૂંડા, ખીરસરા, કોઠારા, રાતાતળાવ, ડુમરા, ભેદી,આરીખાણામાં વરસાદ વરસી રહ્યો છે, તાલુકાના મુખ્ય મથક નલીયામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
કચ્છના નખત્રાણામાં પાણીના પ્રવાહમાં પશુ તણાયા
કચ્છના નખત્રાણામાં પાણીના પ્રવાહમાં પશુ તણાયા છે, નાની ખોંભડીમાં પાણીના પ્રવાહમાં પશુઓ તણાયા છે, અંદાજીત 10થી 15 ગાય પાણીના પ્રવાહમાં તણાઈ છે. મેકણ સરોવરના ઓગનમાં પ્રવાહમાં ગાયો તણાઈ હોવાની વાત સામે આવી છે, ચરણીયા માટે સીમમાં ગયેલ ગાયો પરત ગામમાં આવતી વખતે પ્રવાહમાં તણાઈ.









