ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છ મુલાકાતે છે. કચ્છ જિલ્લાના વિવિધ સરહદી ગામડાઓની મુલાકાત લીધી. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ દેવી ક્ચ્છ ધણિયાણી મા આશાપુરાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી હતી. માતાના મઢ ખાતે પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. હર્ષ સંઘવીએ કચ્છમાં દેશદેવી મા આશાપુરા માતાના મઢ મંદિરે શીશ ઝુકાવી જનસુખાકારી માટે પ્રાર્થના કરી. 


[[$googlead]]

હર્ષ સંઘવી પ્રથમ વખત કચ્છ મુલાકાતે

નાયબ મુખ્યમંત્રીશ્રી બન્યા બાદ હર્ષ સંઘવી પ્રથમ વખત કચ્છ મુલાકાતે છે. દરમિયાન હર્ષ સંઘવીનું માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. 30 આઇપીએસ અધિકારીઓની ટીમ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાલ કચ્છ મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન હર્ષ સંઘવી સ્થાનિકો સાથે શિક્ષણ, રોજગાર અને આરોગ્ય સહિતના મુદ્દાઓ પર સંવાદ કરશે. કચ્છ મુલાકાતમાં આજે ભુજના સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસન, પોલીસ અધિકારીઓ અને બીએસએફ અધિકારીઓ સાથે બેઠક યોજી સરહદ સુરક્ષા સહિતના મુદાઓ પર ચર્ચા કરી હતી.

પ્રવાસીઓના મનપસંદ સ્થાન

જણાવી દઈએ કે અત્યારે શિયાળાના દિવસોમાં કચ્છમાં પ્રવાસીઓના ભારે ધસારો રહેતો હોય છે. કચ્છમાં આ દિવસોમાં જોવાલાયક સ્થળો પર દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે.  માતાનો મઢ, સફેદ રણ, ધોળો ડુંગર, કોટેશ્વર મહાદેવ, જેસલ-તોરલની સમાધિ, સ્મૃતિ વન મેમોરિયલ, રીજનલ સાયન્સ સેન્ટર, હમીરસર તળાવ, કચ્છ મ્યુઝિયમ અને આઇના મહેલ સહિતના અનેક વિસ્તારો પ્રવાસીઓના મનપસંદ સ્થાન છે.

[[$alsoread]]
  • Follow us on: