કચ્છના ભચાઉમાં ભારે વરસાદથી હાલાકી પડી રહી છે, કચ્છમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ભચાઉના ચોબારી નદીમાં યુવક ફસાયો છે અને ભચાઉમાં ભારે વરસાદથી રોડ રસ્તા બંધ થયો છે, લાખાવટ કરમરિયા રોડ પર પાણી ફરી વળ્યા છે.
કચ્છના રાપર શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદ
કચ્છના રાપર શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદ થયો છે. ભારે વરસાદથી ગ્રામ્ય પંથકમાં પાણી ભરાયા છે, નિલપર, ગવરીપર, વણોઈવાંઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આડેસર, બાદરગઢ અને મોડા, પ્રાગપરમાં વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા છે, ગામડાઓને જોડતા રસ્તા પર વરસાદી પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે.









