મહીસાગરના કડાણા ડેમમા પાણીની આવક નોંધાઈ છે, રાજસ્થાનના ડેમમાંથી પાણી છોડાતા ડેમમાં પાણીની આવક વધી છે, રાજસ્થાનના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે, રાજસ્થાનના બજાજ સાગર ડેમમાંથી 28 હજાર કયુસેક પાણી છોડાયું છે, ડેમમાંથી પાણી છોડતા મહી નદી બે કાંઠે વહેતી થઇ છે, કડાણા ડેમમાં હાલ 91 હજાર કયુસેક પાણીની આવક થઈ છે, કડાણા ડેમમાં પાણી આવતા પાવર પ્રોજેક્ટ શરૂ કરાયો છે.


[[$googlead]]

રાજસ્થાનના બજાજ સાગર ડેમ માંથી પાણી છોડાયું

રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં 34000 ક્યુસેક પાણીની આવક થઈ છે. આઠ જિલ્લાની જીવા દોરી સમાન કડાણા ડેમ 91% ભરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. કડાણા ડેમની ભય જનક સપાટી 419 ફૂટ જ્યારે હાલની સપાટી 415 ફૂટ અને 4 ઇંચ ઉપર પહોંચી છે. કડાણા ડેમ તેની ભય જનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે. કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા બે પાવર યુનિટ દ્વારા વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.કડાણા ડેમમાં 10,200 ક્યુસેક જેટલું પાણી વીજળી ઉત્પાદન માટે પાવર હાઉસ કાર્યરત કરવામાં આવ્યું છે. કડાણા ડેમની વધતી જળ સપાટીને ધ્યાને લઈ ડેમ પ્રશાસન દ્વારા પાણી છોડાય તેવી શક્યતા છે. 

[[$alsoread]]

  • Follow us on: