બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર આજે ગુજરાતના મહેમાન બન્યા છે. અક્ષય કુમારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન મેળવનાર વડનગરની મુલાકાત લીધી. અભિનેતાએ વડનગર સ્ટેજ પૌરાણિક હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા. મંદિરમાં હાટકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો એ શાળા અને આર્ક્યુલિઝિકન મ્યુઝિયમની મુલાકાત લીધી.
ગુજરાતમાં વડનગરનું એક વિશેષ સ્થાન
ઉલ્લેખનીય છે ગુજરાતમાં વડનગરનું એક વિશેષ સ્થાન છે. વડનગર રાજ્યમાં મહેસાણા જિલ્લામાં આવેલ ભારતના 15માં અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે. વડનગરમાં તાના-રીરીની સમાધિ, હાટકેશ્વર મહાદેવ, જૈન દેરાસર (હાથીદેરા), શર્મિષ્ઠા તળાવ, વડનગર મ્યુઝિયમ, અજપાલ કુંડ (ગૌરી કુંડ), અર્જુન બારી દરવાજો, અમથેરાતા મંદિર અને કિર્તી તોરણ જેવા સ્થાનો મુખ્ય આકર્ષણ છે.
અક્ષય કુમાર વડનગરની મુલાકાતે
આજે બોલીવુડમાં ખિલાડીના હુલામણા નામથી લોકપ્રિય અભિનેતા અક્ષય કુમાર વડનગરની મુલાકાતે છે. આ મુલાકાત તેમના જીવનનો યાદગાર અનુભવ બની રહી તેમ અભિનેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું. વધુમાં કહ્યું કે ગુજરાત એ ઐતિહાસિક ભૂમિ છે. અને વડનગરમાં હાટકેશ્વર મંદિરમાં મહાદેવના દર્શન કરી અદ્ભૂત આનંદની લાગણી થઈ. આ એક ઔપચારિક મુલાકાત હોવાનું અભિનેતાએ કહ્યું. વડનગરનો વિકાસ જોઈ તેમને ગૌરવની લાગણી થઈ.









