ગુજરાતમાં શ્રાવણ માસના તહેવારોનો રંગ જામ્યો છે. તહેવારોની સિઝનમાં જ મહેસાણામાં ગેસનો સ્ટોક ખૂટ્યો છે. ગેસના બાટલા માટે લાંબી કતારો લાગી છે. ભારત ગેસની ઓફિસે બાટલા લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી. ભારત ગેસની ઓફિસ બહાર સ્ટોક નહીં હોવાના બોર્ડ લાગ્યા છે. તહેવારોમાં જ ગેસના ધાંધિયાથી લોકો પરેશાન થયાં છે. લાંબી કતારોમાં ઉભા રહેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.


[[$googlead]]

ગેસની ઓફિસ બહાર સ્ટોક નથી ના બોર્ડ લાગ્યા

મહેસાણા શહેરમાં બે દિવસથી ગેસના બાટલાનો સ્ટોક ખૂટી પડતાં લોકોમાં રોષ ફેલાયો છે. ભારત ગેસની ઓફિસમાં ગેસનો સ્ટોક ખૂટી પડ્યો હતો. બે દિવસથી ગેસના બાટલા માટે ધાંધિયા થયા છે. ગેસની ઓફિસ બહાર સ્ટોક નથી લખેલા બોર્ડ લાગ્યા છે. તહેવારોની સિઝનમાં જ ગેસના ધાંધિયાથી લોકોમાં રોષ ફેલાયો છે. લોકોને ગેસના બાટલા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. બે દિવસથી વહેલી સવારથી લોકો લાઈનમાં ઉભા રહેલા દેખાયા છે.

[[$alsoread]]


  • Follow us on: