ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં છે. પાણી ભરાઈ જવાને કારણે રોડ અને રસ્તા બંધ થયાં છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પણ પાણી ઘૂસી જતાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મહેસાણાના સતલાસણામાં ખેતરો બેટમાં ફેરવાયા છે. મુમનવાસ, ડુંગરપુર અને નેદરડીના ખેતરો પાણીથી તરબોળ થયાં છે. સતલાસણામાં વરસાદી પાણીએ કહેર વર્તાવ્યો છે.
ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ
મહેસાણાના સતલાસણા તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદને કારણે રોડ રસ્તા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. ખેતરોના પાળા તૂટ્યા તો ક્યાંક ખેતરમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે ડુંગર પર થી પાણી આવ્યું છે. જેના કારણે મુમનવાસ, ડુંગરપુર, અને નેદરડી ગામની સીમના ખેતરો બેટમાં ફેરવાયા છે. વરસાદે વિરામ લીધા બાદ સતત ત્રીજા દિવસે પણ પાણીનો પ્રવાહ ચાલુ રહ્યો છે.









