મહેસાણામાં આ સિઝનનો સારો વરસાદ રહ્યો. મહેસાણામાં એકબાજુ વરસાદ અને બીજી બાજુ પ્રદૂષણથી લોકો ત્રાહિમામ થયા. મિલના પ્રદૂષણથી પીડિત ગ્રામજનોએ રસ્તા પર હોબાળો મચાવ્યો. મિલના પ્રદૂષણને રોકવા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહીથી ના થતા ગ્રામજનો રોષ ભરાયા. આખરે તંત્રના બહેરા કાનને પોતાનો અવાજ સંભાળવવા ગ્રામજનોએ ચક્કજામ કરી વિરોધ નોંધાવ્યો.
ગ્રામજનોનો હોબાળો
સામેત્રા ગામ નજીક હાઇવે પર ગ્રામજનોએ ચક્કાજામ કર્યું. ગ્રામજનોના હોબાળા બાદ તંત્ર જાગ્યું. પ્રાંત, DYSP અને GPCPએ ગ્રામજનોની માંગ સ્વીકારી. અને પ્રદુષણ ફેલાવતી ફેક્ટરી હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવાયો. જ્યાં સુધી દુર્ગંધ બંધ ના થાય ત્યાં સુધી કંપની બંધ રાખવામાં આવશે. ટ્વીલાઈટ ક્રાફટ પેપર પેપર પ્રા લી. કંપનીના કારણે આખા વિસ્તારમાં દુર્ગંધ મારે છે. દુર્ગંધ ફેલાવતી કંપની સામે ગ્રામજનોના આક્રોશ સામે આખરે તંત્ર ઝુક્યું. આ ઘટના બતાવે છે કે જયાં સુધી હોબાળો ના થાય દેખાવો ના થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી થતી નથી.









