મહેસાણા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, વહેલી સવારથી મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ છે, મહેસાણાના સતલાસણામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે અને જિલ્લામાં સૌથી વધારે વરસાદ સતલાસણામાં ખાબકયો છે, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, વાવણી બાદના વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક
મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, સારો વરસાદ થતા પાણીની આવક નોંધાઈ છે, ધરોઈ ડેમમાં 31944 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, ડેમમાં પાણીનો હાલ 39.65 ટકા જથ્થો છે અને ધરોઇ ડેમની કુલ સપાટી 622 ફૂટ છે. ડેમની હાલની જળ સપાટી 602.45 ફૂટ છે.









