મહેસાણાના ખેરાલુમાં વરસાદી પાણી ભરાયા છે, ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા છે અને દેસાઈવાડાથી જીઈબી રોડ પાણી જ પાણી થયો છે, ખોખરવાડા સંઘ પાસે વરસાદી પાણી ભરાયા છે અને તાલુકા સેવા સદન કચેરી પાસે ભરાયા પાણી, ફતેપુરા, વિઠોડા, મલેકપુર, હિરવાણી, બળાદ,પાન્સા, ચાણસોલ, અરઠી, ડભોડામાં ભરાયા પાણી છે.
મહેસાણાના કડીમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા
મહેસાણાના કડીમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, જકાતનાકા, કરણનગરમાં ભરાયા વરસાદી પાણી અને કડીમાં મુખ્ય બજારના રસ્તાઓમાં પાણી ભરાયા છે, પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
મહેસાણના વિજાપુરમાં હિરપુરા ચેકડેમ ઓવરફ્લો
મહેસાણના વિજાપુરમાં હિરપુરા ચેકડેમ ઓવરફ્લો થયો છે, ધરોઇ ડેમનુ પાણી છોડાતા ચેક ડેમમાં પાણીની આવક થઈ છે અને ત્રિપુરા ચેકડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે, સાબરમતી નદીમાં પાણી છોડાતા જળાશયો છલકાયા છે.









