સિંગર કાજલ મહેરિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેણે લગ્નના વિવાદ પર એક વીડિયો જાહેર કરીને મૌન તોડ્યું છે. તેણે વીડિયો મારફતે કહ્યું હતું કે, ઘણા સમયથી મારા લગ્નને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ઘરની વાત ઘરમાં રહે તે માટે મેં બોલવાનું ટાળ્યું છે. મેં મારી મરજીથી પુખ્તવયે અલ્પેશ સાથે લગ્ન કર્યાં છે. કોઈ દબાણ અને ધમકીથી લગ્ન નથી કર્યા. ભારતીય બંધારણ પ્રમાણે મેં લગ્ન કર્યા છે. દોઢ વર્ષથી મારા અને અલ્પેશ વચ્ચેના સંબંધોને લઈને મારા પરિવારને જાણ કરી હતી. પરિવારને તે મંજૂર નહોતુ.
હવે કોઇ આ વિષય પર બોલશે તો કાયદાકીય કાર્યવાહી થશે
કાજલે વીડિયોમાં કહ્યું હતું કે, મેં મારા ભવિષ્ય માટે જાતે જ નિર્ણય લીધો છે. મારો પહેલો અને છેલ્લો જવાબ આ જ છે. સમાજ કે વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. સનાતન ધર્મમાં માનું છું એટલે સનાતનીઓ મને સમર્થન આપે. મારા પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો હું ફગાવું છું. મારા પતિ અલ્પેશ અને તેના પરિવારને ધમકીઓ અપાઇ રહી છે.આ જ મારો છેલ્લો નિર્ણય છે.આ મારો છેલ્લો જવાબ છે અના પછી હું કશું નહી કહુ. હવે કોઇ આ વિષય પર બોલશે તો કાયદાકીય કાર્યવાહી થશે.









