મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે, ધરોઈ ડેમના 3 ગેટ ખોલવામાં આવ્યા છે, ડેમમાં પાણીની આવક 17,865 ક્યુસેક થઈ છે, સાબરમતી નદીમાં 17,865 ક્યુસેક પાણી છોડાયું છે અને ડેમના 2 ગેટ 5 ફુટ, 1 ગેટ 3 ફુટ ખોલાયો છે, ડેમ હાલમાં 619.91 ફુટની જળ સપાટીએ છે, ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 91.77 ટકા જેટલો થયો છે અને સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.
સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું
સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમની જળ સપાટી કુલ 691.91 ફુટ છે. સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધશે તો વધુ ગેટ ખોલવામાં આવશે. સાબરમતી નદીના પટમાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. મહેસાણાના બહુચરાજી નજીક રૂપેણ નદી બેકાંઠે વહી રહી છે, 3 દિવસ ભારે વરસાદથી નદી બેકાંઠે વહેતી થઈ છે અને રૂપેણ નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી છે, દેલવાડા, સાપાવાડા સહિતના ગ્રામજનો નદીમાં નવા નીર જોવા ઉમટ્યા છે.









