મોરબીની જેમ જ હળવદ-સરા રોડ પર આવેલા હરીનગર સોસાયટીના રહીશોએ રોડ, રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ સમસ્યાઓના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હળવદ નગરપાલિકા તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ પોતાની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માગ કરી છે. જો આ સમસ્યાઓનો ઝડપથી ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.









