મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતમાં વધારો કર્યો છે. મોરબીમાં માવઠાના મારથી ખેડૂતો પાયમાલ થયા.  ત્રણ દિવસથી કમોસમનો ઝરમર વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલા કપાસ મગફળી સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે હળવદના વાંકીયા ગામનાં ખેડુતોએ મગફળીનું બેસણું રાખીને વ્યથા ઠાલવી હતી અને સતત વધી રહેલાં ખેડ,ખાતર,દવા, બિયારણ, મજુરી સહિતના ખર્ચ સામે આવક અને ઉત્પાદન ઘટી રહ્યું છે. 


[[$googlead]]

હળવદ તાલુકાના ખેડૂતોનો આક્ષેપ

મોરબી જિલ્લામાં હળવદ ટંકારા વાંકાનેર માળીયા અને મોરબી સહિતના તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું તેમજ ઝરમર વરસાદ વરસી રહ્યો છે જેથી કરીને ખેડૂતો તૈયાર થયેલો કપાસ મગફળી સહિતનો પાકનો નિકાલ કરી શકતા નથી અને જેથી કરીને નુકસાની વેઠવી પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સર્વેની જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ ગત વખતે થયેલા સર્વેમાં ભેદભાવ થયો હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો હતો જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો સર્વે થયો હતો અને નુકસાની સહાય કરવામાં આવી હતી પરંતુ હળવદ તાલુકાને બાકાત રખાયા હોવાનું ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો.

રાજ્યમાં 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી

સરકારી ચોપડે માત્ર મોરબી જિલ્લામાં 51 માળીયા 9 ટંકારા 31 વાંકાનેર અને હળવદમાં 12 એમએમ વરસાદ નોંધાયો છે જોકે સતત ઝરમર વરસાદના પગલે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. મોરબી ઉપરાંત ભાવનગરમાં પણ વરસાદના કારણે ખેડૂતોને મોટું  નુકસાન થયું છે. રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદનું જોર રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો અને સામાન્ય જનતાની ચિંતામાં વધારો થયો છે. આ આગાહી મુજબ, ખાસ કરીને પ્રથમ 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 

[[$alsoread]]
  • Follow us on: