મોરબીના હળવદમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે, શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો, મોરબીના માળિયામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો, માળીયાના ઘાટીલા, અણિયારી, માણાબા, વેણાસર, માલણીયાદ, વેગડવાવ, ચંદ્રગઢ, બુટવડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.
મોરબી શહેરમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ
મોરબી શહેરમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકયો છે, ભારે વરસાદથી સરદારબાગ પાસે પાણી ભરાયા છે, મુખ્ય રોડ, શનાળા રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. મોરબીમાં ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે, મચ્છુ ડેમ 3, બ્રાહ્મણી ડેમ 2માં પાણીની આવક મચ્છુ ડેમ 3નો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો છે, બ્રાહ્મણી ડેમ 2નો 1 દરવાજો અડધો ફૂટ ખોલાયો છે, ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક નોંધાઈ છે અને નીચાણવાળા વિસ્તારને સાવચેત કરાયા છે.









