મોરબીના હળવદમાં વરસાદથી પાણી ભરાયા છે અને બજારમાં પાણી ભરાવાથી સ્થાનિકોની સાથે વેપારીઓ પણ હેરાન થયા છે, સ્થાનિકોનું કહેવું છે કે, દર ચોમાસામાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, મોરબી પાલિકા પણ આ મામલે કોઈ નિરાકરણ લાવતી નથી તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.


[[$googlead]]

મોરબીમાં 25 જૂન સુધી વરસાદની આગાહી

મોરબી જિલ્લામાં ત્રણ દિવસ પહેલાં પોણા સાત ઇંચ વરસાદ પડી ગયા બાદ સૌરાષ્ટ્રભરમાં મહદંશે વરસાદે વિરામ લીધો છે, જો કે વાદળિયું વાતાવરણ યથાવત રહેતાં લોકોને ગરમીમાંથી થોડી મુક્તિ સાંપડી છે તો બીજી તરફ હવામાન વિભાગે 21થી 25 જૂન સુધીમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. 

[[$alsoread]]

  • Follow us on: