ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર આજે કોર્ટ ચુકાદો આપી શકે છે, નર્મદા સેશન્સ કોર્ટ જામીન અરજી પર આપશે ચુકાદો અને શુક્રવારે જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઇ હતી, કોર્ટે જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો અને લાફા કાંડમાં ચૈતર વસાવા વડોદરા જેલમાં બંધ છે. 5 જૂલાઇએ ચૈતર વસાવાની ધરપકડ કરાઇ હતી.


[[$googlead]]

નર્મદા જિલ્લામાં બે પાર્ટીના નેતાઓ બાખડ્યા હતા

નર્મદા જિલ્લામાં બે પાર્ટીના નેતાઓ બાખડ્યા હોવાની ઘટનામાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. MLA ચૈતર વસાવાને 6 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે કોર્ટમાં રજૂ કરાયા હતા. ATVTની બેઠક દરમિયાન બબાલ થઈ હતી. ધારાસભ્ય ચૈતર વસાવા પર જાનથી મારી નાંખવા,અભદ્ર ભાષા પ્રયોગનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચૈતર વસાવાને LCB પોલીસ સ્ટેશન રખાયા હતા.

[[$alsoread]]

નર્મદા જિલ્લામાં તાલુકા સંકલનની બેઠક યોજાઈ હતી

આ બેઠકમાં જિલ્લામાં વરસાદને લઈને ઉદભવેલ સમમસ્યા મામલે પક્ષના નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. આપના ધારાસભ્ય અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. નાગરિકોની ફરિયાદને લઈને શરૂ થયેલ ચર્ચા ઉગ્ર બોલાચાલીમાં પરિણમી અને મામલો એટલો વધ્યો કે વાત મારામારી સુધી પહોંચી હતી. આપના ધારાસભ્યએ ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખને મારમાર્યો હોવાનું કથિત સૂત્રોએ જણાવ્યું છે.

  • Follow us on: