નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે, નર્મદા ડેમની જળસપાટી 133.48 મીટર પર પહોંચી છે, છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 1.44 મીટરનો વધારો થયો છે, ડેમમાં પાણીની 4.33 લાખ ક્યુસેક આવક થઈ છે, ડેમમાંથી નદીમાં 4.02 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે, હાલ ડેમમાંથી 15 દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં આપવામાં આવ્યું એલર્ટ.


[[$googlead]]

નર્મદા ડેમના કુલ ૧૦ ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે

૧૨૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા રિવરબેડ પાવરહાઉસના ૬ ટર્બાઈનો ધમધમી ઉઠ્યા છે. પાવરહાઉસમાંથી અને ડેમના ૧૦ દરવાજામાંથી કુલ ૧.૩૬ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. અત્યારે સતત પાણીની આવક વધી રહી છે જેના કારણે મુખ્ય કેનાલમાંથી ૧૪,૦૯૭ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એટલે નર્મદા નદીમાં ૧.૩૬ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે. આવો આહલાદક દૃશ્ય જોઈ પ્રવાસી પણ મંત્રમુગ્ધ થઈ જતાં જોવા મળે છે.અને હાલ ડેમ માંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થતા વડોદરા ભરૂચ અને નર્મદા ના ૨૭ ગામોને એલર્ટ કરાયા છે. 

[[$alsoread]]

  • Follow us on: