ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું જોર જોવા મળ્યું. ડાંગમાં દે ધના..ધના.. વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાના હાલ બેહાલ થયા. ચોમાસુ વિદાય લેતા પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ડાંગના આહવામાં 24 કલાકમાં 4.61 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ડાંગ જિલ્લાના હાલ બેહાલ થયાં છે. ભારે વરસાદને કારણે જિલ્લાના 29 જેટલા માર્ગો બંધ થયા છે. ડાંગમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો. વરસાદના કારણે નવસારીમાં અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ.


[[$googlead]]

વહીવટીતંત્ર દ્વારા લોકોને કરાયા સર્તક

વહીવટી તંત્ર દ્વારા નદીના આસપાસના ગામોને સર્તક રહેવા સૂચના આપી. તેમજ સુરક્ષાને લઈને ગ્રામજનોને નદી પાસે ના જવા પણ અપીલ કરી.અંબિકા નદીમાં જળસ્તર વધતા ધારાસભ્ય નરેશ પટેલે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે અંબિકા નદીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. દરમિયાન તંત્ર દ્વારા બીલીમોરા નગરપાલિકા વિસ્તાર અને ગણદેવી તાલુકાના ૨૦ ગામોને પણ સતર્ક રહેવા સૂચના અપાઈ. રાજ્યમાં એકબાજુ નવરાત્રિ તહેવારનો માહોલ છે. ત્યારે ડાંગ, ભાવનગર સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ પણ રાજ્યમાં અનેક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Follow us on:

[[$alsoread]]