કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ₹1480 લાખના ખર્ચે જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશન તથા નવસારી શહેરના ગ્રીડ રોડ ખાતે જળશક્તિ અભિયાન અંતર્ગત "કેચ ધ રેઇન" થીમ હેઠળ અંદાજિત ખર્ચ ₹18.80 લાખના ખર્ચે તૈયાર થયેલ ટ્રાફિક આઇલેન્ડ સ્કલ્પ્ચરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, કાશ્મીરની જવાબદારી નેહરુએ લીધી હતી.સરદાર હોત તો સંપૂર્ણ કાશ્મીર ભારતનો ભાગ હોત.સરદારની અંતિમવિધિ માટે કોંગ્રેસે જગ્યા નહોતી આપી.


[[$googlead]]

ભારતની સંકલ્પનાને સાકાર કરવા અનુરોધ કર્યો

જળશક્તિ મંત્રાલય,ભારત સરકારના મંત્રી સી.આર.પાટીલે સરદાર વલ્લભભાઇ પટેલના જીવનચરિત્ર, સાહસ, મક્ક્મતા અને દેશભક્તિથી પ્રેરણા લઇ અખંડ ભારતની સંકલ્પનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે સરદાર સાહેબના જીવનના અનેક પ્રસંગો વર્ણવી તેઓની જેમ દેશની એકતા જાળવવા પોતાને સમર્પિત કરવા તથા આપણા ગૌરવંતા ઇતિહાસને હંમેશા યાદ રાખી પ્રેરણા લેવા આહવાણ કર્યું હતું.


[[$alsoread]]

  • Follow us on: