નવસારીમાં પ્રાથમિક સુવિધા મુદ્દે ભારે હોબાળો મચી ગયો હતો. મહાનગર પાલિકાની કચેરી ખાતે તીઘરા નવી વસાહતના લોકોએ મોરચો માંડ્યો હતો. રસ્તા પાણી અને ડ્રેનેજની સમસ્યાને લઈને લોકો કચેરી ખાતે ગયા હતાં અને ભારે વિરોધ કર્યો હતો. સમસ્યાનો નિકાલ નહીં થતાં લોકો અકળાયા હતાં. વસાહતના લોકોએ તાત્કાલિક કામગીરી કરવા માગ કરી હતી.
સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો અકળાયા
નવસારીમાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે લોકો અકળાયા હતાં. વિકાસના દાવા વચ્ચે લોકોને રોડ રસ્તા અને ડ્રેનજની સુવિધાઓથી થતી હેરાનગતીની અનેક ફરિયાદો બાદ પણ કોઈ નિકાલ નહીં આવતા લોકોએ મહાનગર પાલિકાની કચેરી ખાતે જઈને હોબાળો કર્યો હતો. વસાહતના લોકોએ તાત્કાલિક કામગીરી શરૂ કરવા માગ કરી હતી. જ્યારે અધિકારીએ કામગીરી ચાલુ હોવાનું જુઠાણું ચલાવ્યું હતું. વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો અકળાયા હતાં.









