નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે જિલ્લાના 35 માર્ગો બંધ કરાયા છે. રસ્તાઓ બંધ રહેતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે, ભારે વરસાદને પગલે SDRFની એક ટીમ તૈનાત છે, SDRF ટીમ વરસાદની સ્થિતિ પર રાખશે નજર.


[[$googlead]]

નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ

ભારે વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે, ભારે વરસાદના કારણે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો માટે અમુક રોડ બંધ કર્યા છે, પાણી ઉતરી ગયા પછી ફરીથી રોડ શરૂ કરવામાં આવશે.

[[$alsoread]]

નવસારી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ

નવસારીના ચીખલી, વાંસદા, ખેરગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદને પગલે હાઈવે ઉપર વિઝિબીલિટી ઘટી છે અને નેશનલ હાઈવે નંબર ૪૮ પર વાહન ચાલકો ગાડીની લાઈટ ચાલુ કરી વાહન હંકારવા મજબુર બન્યા છે.

 

  • Follow us on: