પંચમહાલમાં ચોમાસાનો સારો વરસાદ જોવા મળ્યો. આ વર્ષે ચોમાસાની શરૂઆતથી વરસાદનું જોર રહેતા નદી નાળા, કોતરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે નદી નાળા પર ના બ્રિજ, કોઝ વે ને મોટુ નુકશાન પણ પહોચાડ્યું છે. કાલોલ તાલુકાના ઘુસર ગામ પાસેથી પસાર થતી ગોમા નદી પર આવેલ એક કોઝ વે જેના પર થઇને નદી પાર ઘુસર ગામના ખેડૂતોની જમીન આવેલ છે.


[[$googlead]]

કોઝવે તૂટતા ગ્રામજનોને હાલાકી

નદી પારના અનેક ગામો જેવા કે પરુણા, આથમના, અડાદરા, ભૂખી તેના સંપર્ક છે. ગત વર્ષના ચોમાસામાં કોઝ વેને મોટું નુકશાન થયું હતું. જેને લઈને ગામ લોકોએ અધિકારીઓને રજુઆત કરી હતી છતાં કોઈ કામગીરી કરાઈ નહોતી. અને એક જ વર્ષની અંદર ફરી બીજા ચોમાસામાં ભારે વરસાદેના કારણે કોઝ વેનું ખુબજ ધોવાણ થઇ ગયું. જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરમાં જવાનું બંધ થઈ ગયું. તેમજ સામા કાંઠેના ગામોમા જવા માટે લોકોએ 25કિલોમીટરનું ચક્કર કાપવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયુ છે.

[[$alsoread]]

મોટી હોનારતની આશંકા

આ વિસ્તારના લોકો જોખમી રીતે અહીંથી પસાર થવા ની કોશિશ કરે છે કેમકે પોતાના ખેતર મા જવા માટે આ જ રસ્તો એમની મજબૂરી બન્યો છે. ગામ લોકોની રજુઆત છે કે વહેલી તકે આ કોઝ વેને રીપેર કરી આપવા મા આવે તો આ વર્ષે તેઓ સારી રીતે ખેતી કરી શકે. બાકી જોખમી રીતે નદી પાર કરતા કોઈ મોટી હોનારત સર્જાય એવી પુરી શક્યતા દેખાઈ રહી છે

  • Follow us on: