પાટણના ઝીલિયામાં જિલ્લા કલેક્ટર દ્વારા સભા સરઘસ કે મેળવડાને લઈને પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડ્યું છે. હવે મંજૂરી વિના ઝીલિયામાં કોઈપણ સભા, સરઘસ કે મેળવડા નહીં કરી શકાય. ઝીલિયામાં ઠાકોર ક્ષત્રિય સમાજની વામૈયામાં સભા યોજાવાની હતી. આ સભામાં કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે હેતુથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં 24 કલાક માટે ભારતીય ન્યાય સંહિતાની કલમ 164 દાખલ કરવામાં આવી છે.
ક્ષત્રિય સમાજનું સંમેલન મોકૂફ રખાયુ
ઝીલિયામાં થયેલા સંઘર્ષ બાદ વામૈયાના ક્ષત્રિય યુવાનોની ધરપકડ કરાઈ હતી અને પોલીસે તેમને જાહેરમાં સર્વિસ કરી હતી. જેના લીધે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો. ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ ઘટનાને વખોડીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ક્ષત્રિય સમાજની બેઠકમાં પોલીસ સામે રોષ ફેલાયો હતો. વામૈયામાં આ બાબતે ક્ષત્રિય સમાજની બેઠક યોજાવાની હતી.જેને લઈને સમાજના આગેવાનો અને નેતાઓ સાથે પોલીસની બેઠક યોજાઈ હતી. જેમાં સંમેલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.









