પાટણ અને બનાસકાંઠાના ખેડૂતોને વરસાદી પાણી ભરાવાથી મોટુ નુકસાન થયું છે, કૃષિમંત્રીએ ભીલોટ, ચલવાડા ગામની મુલાકાત લીધી છે અને પાણીમાં ગરકાવ ખેતરોની સ્થિતિ જાણી નિરીક્ષણ કર્યુ છે, ખેડૂતોએ પાક. નુકસાની અંગે કૃષિમંત્રીને રજૂઆત કરી છે.


[[$googlead]]

રાજ્યના કૃષી મંત્રી રાઘવજી પટેલ પાટણ જિલ્લાના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

કૃષી મંત્રીએ રાધનપુર તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓની લીધી મુલાકાત અને કૃષી મંત્રી રાઘવજી પટેલ તેમજ પાટણ જીલ્લા ખેતીવાડી નિયામક અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો રાધનપુરના ભીલોટ તેમજ ચલવાડા ગામે, રસ્તામાં ઉભા રહીને પાણીમાં ગરકાવ હોય તેવા ખેતરોની પરિસ્થિતિ નિહાળી અને ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી સમગ્ર પાક નિષ્ફળ ગયો છે તેમ ખેડૂતોએ ખેતરોની પરિસ્થિતિ નિહાળતા કૃષી મંત્રી રાઘવજી પટેલ સમક્ષ કરી રજુઆત, સમગ્ર દિવસભર પાટણ જિલ્લાના રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓની કૃષી મંત્રી લેશે મુલાકાત.

સાંતલપુરમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદી પાણી

મઢુત્રા ગામે હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે, 15 દિવસ અગાઉ પડેલા વરસાદના પાણી ઓસર્યા નથી, પરિવારો ઘર છોડીને સગા-સંબંધી, ખેતરમાં રહેવા મજબૂર બન્યા છે, મઢુત્રા ગામના તળાવ વિસ્તારમાં 40થી વધુ મકાનો પાણીમાં ગરકાવ થયા છે, હજુ પણ ઘરમાં ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયેલા છે, ઘરમાં પાણી ભરાઈ રહેતા ઘરવખરી,સામાનને નુકસાન થયું છે.

[[$alsoread]]

  • Follow us on: