શિયાળુ પાક માટે ખેડૂતોને યુરિયા ખાતરની વધુ જરૂરિયાત હોય છે અને કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ 1 થેલી ખાતર મળે છે તેવો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે, ખેડૂતોનું કહેવું છે કે, ખાતરની જરૂરિયાત વધારે છે તેની સામે ખાતર ઓછું મળે છે અને ઠંડીના સમયમાં વહેલી સવારે ખાતર લેવા માટે આવવું પડે છે.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેલુંશણ ગામે યુરિયા ખાતર માટે લાગી લાઈનો
છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો ડેપો પર વહેલી સવારથી જ યુરિયા ખાતરની થેલીઓ લેવા લાઈનમાં લાગી જાય છે, શિયાળુ પાકમાં ખેડૂતોએ ખેતરોમાં વાવેલા ઘઉં, એરંડા, રાયડો તેમજ તમાકુ જેવા પાકોમાં યુરિયા ખાતરની ખુબજ જરૂર પડતી હોય છે, એક વીઘાના વાવેતરમાં 3 થી 4 યુરિયા ખાતરની જરૂરિયાત સામે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ માત્ર 1 યુરિયા ખાતરની થેલી મળી રહી છે.
ખેડૂતો દ્વારા યુરિયા ખાતર ડેપોમાંથી ખાતરની થેલીઓ બારોબાર બ્લેકમાં વેચાય છે તેવો આક્ષેપ
ખેડૂતોને 5 દિવસ સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ જરૂરિયાત મુજબ નથી મળતું યુરિયા ખાતર, જો ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે યુરિયા ખાતર નહીં મળે તો પાટણ જિલ્લાના ખેડૂતોને ચોમાસામાં અતિવૃષ્ટિ બાદ શિયાળુ પાકોમાં પણ રોવાનો વારો આવશે.









