રાધનપુર પોલીસે લુખ્ખા તત્વો પાસે જાહેરમાં માફી મંગાવી અને અન્ય 2 આરોપીઓને પકડવા માટે પોલીસ તજવીજ હાથધરી છે. રાધનપુરમાં પોલીસને પડકાર ફેંકતા લુખ્ખા તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે અને રાધનપુરમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ધેલછામાં યુવાધન બેફામ બન્યું છે, આ ઘટનામાં 3 આરોપી ઝડપાયા છે તો 2 આરોપી ફરાર છે.


[[$googlead]]

પાલનપુરમાં ખંડણી મુદ્દે બે જૂથો વચ્ચે ખુલ્લી તલવારો સાથે અથડામણ થઈ હતી

બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક ગણાતું પાલનપુર શહેર છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ચિંતાજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અહીં અસામાજિક તત્વો જાણે બેફામ બની ગયા હોય અને તેમને પોલીસનો ડર જ ન હોય તેવી એક ગંભીર ઘટના તાજેતરમાં સામે આવી છે. શહેરના બારડપુરાથી ભક્તોની લીમડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે જાહેરમાં ખુલ્લી તલવારો અને ધોકા સાથે મારામારી થઈ હતી, જેના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભય અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.

[[$alsoread]]
  • Follow us on: