પોરબંદર જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થઈ છે, જિલ્લાના 3 માંથી 2 તાલુકામાં વરસાદ નોંધાયો છે, રાણાવાવ અને પોરબંદર તાલુકામાં મેઘ મહેર થઈ છે, રાણાવાવ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકયો છે અને પોરબંદર તાલુકામાં એક ઇંચ વરસાદ ખાબકયો હોવાની વાત સામે આવી છે.
પોરબંદરના બે તાલુકામાં મુશળધાર વરસાદ
પોરબંદર જિલ્લામાં વરસાદે જોર પકડતા બરડા પંથકના ભાવપરા, મિયાણી, વડાળા સહિતના ગામોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. આજ સવારથી જ પોરબંદર જિલ્લાના બે તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે, પોરબંદર તાલુકામાં બે ઇંચ અને રાણાવાવ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
જિલ્લાના ત્રણ માંથી બે તાલુકામાં વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ઘેડ પંથકમાં મેઘરાજા મનમૂકીને વરસતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. અને રસ્તાઓ જળમગ્ન થતા નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વરસાદ ખાબકતા જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. ખેડૂતો સારા વરસાદને પગલે ખુશ થઈ રહ્યા છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા. અવિરત વરસાદના કારણે ખેતરોમાં ભરાયેલા પાણીનો નિકાલ ના થતા ખેડૂતોમાં પાક બગડવાની ભીતિ જોવા મળી.









