ગુજરાતમાં હાલમાં જે વરસાદ પડે છે અથવા જે આગાહી કરવામાં આવે છે તે વરસાદ કમોસમી વરસાદ છે અને વરસાદની આગાહીના પગલે GMB દ્વારા પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે, હાલ પોરબંદરમાં વાતાવરણ સામાન્ય બન્યું છે અને વરસાદ પડયો નથી તેવી માહિતી સામે આવી છે.


[[$googlead]]

ઓખા પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

હવામાન વિભાગની આગાહીના પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં સ્થિત પોર્ટ વિભાગોએ પણ સજાગતા દાખવી છે. ઓખા પોર્ટ પર 3 નંબરનું સિક્યોરિટી સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સલાયા પોર્ટ પર 1 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલનો અર્થ એ થાય છે કે હાલ સમુદ્રમાં જોખમી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, અને નાની અને મધ્યમ બોટ માટે દરિયાઈ સફર જોખમકારક બની શકે છે.


[[$alsoread]]

  • Follow us on: