ઉત્તર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય સામ સામે આવી ગયાં છે. બંને વચ્ચે વાકયુદ્ધ જામ્યુ છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને વરઘોડામાં નાચવા વાળા ધારાસભ્ય ગણાવ્યા હતાં. તેમણે લવિંગજીનું નામ લીધા વિના જ શાબ્દિક પ્રહારો કર્યા હતાં.તેમણે લવિંગજીનું નામ લીધા વિના જ વ્યંગ કર્યો હતો કે, રાધનપુરની જનતાએ નાચવા વાળા ધારાસભ્ય બનાવ્યા છે. લોકોને નાચવાવાળા નહીં પણ મજબૂત ધારાસભ્યની જરૂર છે.
કોંગ્રેસના કિરીટ પટેલને ભાજપના લવિંગજીનો જવાબ
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે કિરીટ પટેલના નિવેદનનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કિરીટ પટેલ તમે શું કરો છો તેની મને ખબર છે. તમે દારુ પીને પડ્યા રહો છો અને ના ખાવાનું ખાઓ છો. તમે પાટીદાર છો તમને આ બધુ ના શોભે. હું તો નાનપણથી જ ભજન અને સત્સંગનો માણસ છું. ગુરુ મહારાજનો માણસ છું. ભજન અને કિર્તન કરવું એ ભારતની સંસ્કૃતિ છે તેને જાળવી રાખવી એ અમારી ફરજ છે.









