રાજકોટ-અમદાવાદ હાઈવે આજે ટોકઓફ ધ ટાઉન બન્યો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી પસાર થતા હતા. ત્યારે અચાનક હાઈવે પર CMનો કાફલો રોકાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલાએ હાઈવે પર રોકાતા પોલીસ તંત્ર દોડતું થયું. આખરે કેમ CMનો કાફલો અટકયો તે જાણીને તમને પણ નવાઈ લાગશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાઈવે પર રસ્તા પર ઉભેલા ખેડૂતોને મળ્યા. તેમની સાથે એક સામાન્ય માણસની જેમ વાત કરી અને તેમના હાલચાલ પૂછયા.


[[$googlead]]

CMના કાફલાનો વીડિયો વાયરલ

રાજ્યના મુખ્યમંત્રીની આવી સાદગી જોઈએ ત્યાં હાજર ખેડૂતો સહિત પ્રજાજનો પણ અચબિંત થયા. CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોનું અભિવાદન જીલી મુલાકાત લીધી. સોશિયલ મીડિયામાં CMનો કાફલાનો વીડિયો વાયરલ થયો છે. લોકો પણ ભૂપેન્દ્રપટેલના આ સરળ વર્તનની પ્રશંસા કરી રહ્યા છે. CMના આ સાદગીભર્યા વર્તને લોકોને પ્રધાનમંત્રી મોદીની યાદ અપાવી. ચૂંટણી પ્રચાર દરમિયાન અને જાહેર કાર્યક્રમોમાં અનેક વખત પીએમ મોદી કયારેક બાળક, કયારેક સામાન્ય વર્કર સાથે મુલાકાત કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાદગી અને સહજ વ્યક્તિત્વ

પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલો રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી પસાર થતો હતો. ત્યારે જીવાપર નવાગામ પાસેથી પસાર થતા ત્યાં રસ્તા પર કેટલાક ખેડૂતોને જોયા. અને તેમને જોતા જ ખેડૂતોએ મુખ્યમંત્રીને હાથથી અભિવાદન કર્યું હતું. ખેડૂતોનો આવો પ્રેમ જોઈ મુખ્યમંત્રી પણ ખુશ થઈ અચાનક પોતાના કાફલાને ત્યાં રોકી દીધો.અને ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત કરી સંવાદ કર્યો. જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના સરળ અને સહજ વ્યક્તિત્વ માટે જાણીતા છે. આજે તેમના આ વર્તનથી તેમના સાદગીપણાની સાબિતી થઈ.

[[$alsoread]]
  • Follow us on: