રાજકોટમાં શૌર્યના સિંદૂર લોકમેળામાં ભીડ ઉમટી છે, જન્માષ્ટમીનો મેળો માણવા લોકો ઉમટી પડ્યા છે, સતત બીજા દિવસે મોટી ચકરડી બંધ હાલતમાં છે, લોકમેળામાં ચકરડી શરૂ ન થવાથી લોકોમાં નારાજગી જોવા મળી છે, કલેક્ટર તરફથી મંજૂરી ન મળતા ચકરડીઓ બંધ થઈ છે, મોટી ફજેત, રાઇડરને મંજૂરી મળે તેવી સંભાવના હાલમાં દેખાઈ રહી છે.
મહિલાઓને લાગતી વસ્તુઓનું નોંધપાત્ર વેચાણ થયું હતું
આ વખતના શૌર્યના સિંદૂર લોકમેળામાં અંદાજીત ૧૦ લાખથી વધુ લોકો આવે તેવી શક્યતાઓ જોવાના આવેલી છે પહેલા દિવસે અંદાજિત ૨૫ હજારથી વધુ લોકો ઉમટ્યા હતા તો બીજા દિવસે રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં મેળો માણવા ઉમટ્યા હતા, જેઓના દ્વારા ખરીદી પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છેમેળામાં મોટા પ્રમાણમાં કાઠિયાવાડી અને કચ્છી હસ્તકલાની વસ્તુઓ માટે ખાસ હસ્તકલા સ્ટોલમાં આ વખતે બીજા દિવસે જ ભયંકર ભીડ જોવા મળી હતી , જેમાં મહિલાઓને લાગતી વસ્તુઓનું નોંધપાત્ર વેચાણ થયું હતું.









