રાજકોટ અગ્નિકાંડમાં અધિકારી સામે ખાતાકીય તપાસ કરવાના આદેશ અપાયા છે, સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર સામે ખાતાકીય તપાસ કરાશે, TRP કેસમાં જામીન પર છૂટેલા ઈલેશ ખેર સામે તપાસનો આદેશ મનપા કમિશ્નર દ્વારા અપાયો છે, નિવૃત અધિકારીને 90 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે, ઈલેશ ખેરને દરરોજ મનપામાં હાજરી પુરાવાની રહેશે.

[[$googlead]]

ED મનસુખ સાગઠીયા સામે તપાસ કરી ફરિયાદ નોંધશે
અગ્નિકાંડના મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાએ કબૂલાત કરી હતી તે પ્રમાણે અગ્નિકાંડ બન્યો તે પહેલા ગેમઝોનના સંચાલકો પાસેથી તેણે લાંચ લીધી હતી. આ ઉપરાંત પ્લાન પાસ કર્યા પહેલા પણ અનેક પ્લાનમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનું કબુલ્યૂ હતું. આ સમગ્ર ઘટનાની તપાસ ઈડી અને એસઆઈપી ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ અગ્નિકાંડ કુલ 16 આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 27 લોકો તેમજ તેમના પરિજનોને ન્યાય અપાવવા પોલીસ પોતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો.
  • Follow us on: