શારદીય નવરાત્રિનો શુભારંભ થયો છે, વહેલી સવારથી પેલેસ રોડ સ્થિત આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા ભક્તોની લાગી ભીડ, મંદિર ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર છે, રાજવી પરિવાર દ્વારા આ આશાપુરા માતાજીનું મંદિર નવરાત્રિ દરમિયાન વિશેષ રૂપથી શણગારવામાં આવ્યું છે, ભકતોનું કહેવું છે કે, અમે દરરોજ દર્શન માટે આવીએ છીએ, વિશેષ રૂપથી નવરાત્રિ અને તહેવારના દિવસોમાં પરિવાર સાથે દર્શન કરવા માટે સર્વ સમાજના લોકો આવે છે.
આજથી નવરાત્રિનો ધમાકેદાર પ્રારંભ
આસો સુદ- એકમ એટલે માતાજીની આરાધના માટે નવલા નોરતાના વધામણા કે જેને લઈ દેશભરમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. રાજકોટમાં પણ આજથી વાજતે-ગાજતે નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે રાત્રે રાજકોટ શહેરમાં સૂરજ ઉગશે અને ખેલૈયાઓ મન મૂકિને ગરબે ધૂમશે. મંદિરો અને મેદાનોમાં નવરાત્રિ પર્વને ધામધૂમથી ઉજવવા માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. આજથી નવરાત્રિ પર્વનો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે.









